Monthly Archives: જાન્યુઆરી 2012

શ્રમદાન મહાદાન.

વાત આમતો નાની છે પણ નોધ લેવી પડે તેમ છે.વડગામ મા આવેલ લક્ષ્મણપુરા ના પાંચ થી છ યુવાનો ધ્વારા ઉદાહરણરૂપ કાર્ય કરી અન્ય યુવાનોને નવો રાહ ચિન્ધતા કિમતી સમયનો સદઉપયોગ પણ થઈ શકે તે ચરિતાર્થ કરી બતાવ્યુ છે.

વાત એમ બની કે તા.તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ ગામના યુવાનો ધ્વારા લક્ષ્મણપુરામાં  આવેલ અંબાજી  મંદિર માં  વ્રુક્ષારોપણ  કરવામા આવ્યુ હતુ.ત્યાર બાદ મંદિર સંકુલ માં આવેલ પાણીની ટાંકી માંથી અઠવાડીયા માં બે દિવસ તમામ વ્રુક્ષો ને પાણી આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ રીતે પાણી આપવામા આવતુ હતુ પણ પાણીની લાઈનમાં લિકેજ હોવાથી તેમજ રબરની પાઈપથી મુખ્ય જગ્યાએ થી કનેક્શન લેવામા આવ્યુ હતુ આનાથી ઘણુ પાણી ટાંકીની બહાર વહી જતુ હોવાથી કોઈ વ્યક્તી ધ્વારા મુખ્ય કનેંક્શન બંધ કરી દેવામાં આવ્યુ હતુ.

આ વાતની જાણ મને  ૧૦ થી ૧૫ દિવસ બાદ થતા મે કારીગરને બોલાવી વ્યવસ્થિત ટાંકી સુધી  પાઈપ લાઈન નળ સાથે નાખવા બતાવ્યુ ત્યારે કારીગરે વાયદો કર્યો કે ૨ દિવસ પછી હું કરી જઈશ,મે કહ્યુ ભાઈ આજે રવિવાર છે મારે રજા છે અને તુ આ કાર્ય ઝડપી કરી નાખ અને ૧૫ ઝાડવા જે વ્યવ્સ્થિત રીતે ચોંટી ગયા છે તે પણ પાણીના અભાવે સુકાય છે.તે દરમિયાન ત્યા ઉભેલા ગામના યુવાનોએ આ વાત સાંભળી અને મને કહ્યુ નિતિનભાઈ અમે આ કાર્ય કરી નાખીશુ અમને જરૂરી વસ્તુઓ લાવી આપો,મે વિચાર્યુ આ યુવનોને આ કામ ફાવશે કે કેમ અને પુરૂ કરશે કે કેમ,તેમ છંતા વિચાર્યુ લાવો તક મળી છે અને યુવાનો સામેથી કહે છે તો પરીક્ષા કરી લઈએ કે કેવુ કામ કરે છે અને એમ માની મે એમના પર વિશ્વાસ મુક્યો,કામ અઘરૂ હતુ લાંબો અને લગભગ ૩ થી ચાર ૪ ફૂટ ઉંડો ખાડો ખોદવાનો હતો,આ તો ઠીક પણ આજ સુધી સાફ ન થયેલ ટાંકીમાંથી ગંદકી દૂર કરીને તેમા પડેલ રોડા તથા અન્ય કચરાઓ સાફ કરવાનો હતો અને બીજા જ દિવસે ટાંકી પાણી સાથે તૈયાર કરવાની હતી.યુવાનોને જોઈતી સામગ્રી કારીગરીને પૂછીને પુરી પાડી યુવાનોએ જણાવ્યુ નિતિનભાઈ તમે જાઓ,કામ અમે કરી નાખીશુ.

મન મા શંકા હતી કે આ કાર્ય થયુ ત્યારે ખરુ નહીતો સામાન લાવેલો પણ માથે પડશે,પણ મન મા એ વાતનો આનદ હતો કે યુવાનો કઈંક સારૂ કાર્ય કરવા જઈ રહ્યા છે અને યોગ્ય દિશા તરફ વળી રહ્યા છે તો ચાલો આપણે પણ જોઈએ શુ થાય છે?,અને સાચે જ એ કાર્ય યુવાનોએ કરી બતાવ્યુ હુ જ્યારે તેઓ કામ કરતા હતા ત્યારે ગયો તો તેઓ પુરી લગન થી કામ મા મશગુલ હતા અને મે એ દરમિયાન હાથવગા કેમેરાથી અમુક ફોટા  કેમેરા મા કેદ કર્યા અને મનને સંતોષ થયો કે ચાલો યુવાનો મા તાકાત તો છે કે અશક્યને પણ ધારે તો શક્ય કરી શકે,માત્ર જરૂરને તેમનામા વિશ્વાસ મુકવાની જરૂરી માર્ગદર્શનની અને સહયોગની,જો મે ગ્રામપંચાયત મા વાત કરી હોત તો ? યુવાનોને યોગ્ય દિશા આપવામા આવેતો ? યોગ્ય માર્ગદર્શન , દિશા અને પ્રોત્સાહન વગર આ જ યુવાનો તોડફોડ પણ કરી શકે.મને લાગે છે કે યોગ્ય માર્ગદર્શન અને યુવાનોમા વિશ્વાસ થકી વિકાસ તરફી ઘણુ પરિવર્તન આવી શકે. આ યુવાનો નુ શ્રમદાન સમાજ માટે એક મહાન દાન ગણી શકાય.વડીલોએ વિચારવુ રહ્યુ !!!….

Categories: પરિવર્તન | 2 ટિપ્પણીઓ

લગ્ન પ્રસંગ માં કરવામા આવતી આતશબાજી જીવલેણ પણ બની શકે.

જ્યારે અમે નાના હતા ત્યારે યોજાતા લગ્ન પ્રસંગો વખતે થતી આતશબાજી વખતે વડીલો એક ટકોર કરતા કે અલ્યા છોકરાઓ રહેવા દો આ ફટાકડાઓ મત ફોડો અથવા તો સાચવજો લ્યા.ત્યારે અમને એમની આ ચેતવણીરૂપ ટકોર  કાને ન ધરતા અથવા તો અમને ન ગમતુ,એમના અનુભવસિધ્ધ ઉચ્ચારો અમને ગુસ્સો આપતા.

તા.૨૬.૦૧.૨૦૧૧ ના રોજ એક લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલ રાસ-ગરબા વખતે રાસ ગરબા રમતા રમૈયાઓની વચ્ચે ફટાકડાની આતશબાજી થઈ રહી હતી અને એકાએક એક ફટાકડાની રેંજ ઉપર જવાની જગ્યાએ ચારે દિશાઓમા ધડાકા સાથે ફેલાઈ,દરમિયાન મારો પુત્ર ચિ.ધવલ જે રાસ-ગરબા રમી રહ્યો હતો તેની આંખની ઉપર આ ફટાકડા ધ્વારા ફેલાયેલ અગનજ્વાળા અથવા તો તેના થકી ફેકાયેલ કોઈ પદાર્થ ધ્વારા લોહીની ધારા છોડી ગઈ,આતશબાજી એ બોમ્બનુ કામ કર્યુ. સંગીત ના ઘોંઘાટ માં  કોઈ ને ઝટ શુ બની ગયુ તેનો ખ્યાલ ના આવ્યો,ઘણા લોકો તો આ દુર્ઘટના થી અજાણ હતા.સદનશીબે મોટી જાનહાની થતા ટળી ગઈ.આંખની ઉપર લાગેલ ઘા જો આંખની અંદર  લાગ્યો હોત તો ધવલને કદાચ આંખ ગુમાવવાનો વારો આવત અને જીવનભર એક આંખે કામ લેવુ પડત,પણ પરમાત્માની કૃપાથી તેની આંખ તો બચી ગઈ પણ મન મા એક વિચાર છોડતી ગઈ કે જ્યારે મોટો સમૂહ ભેગો થયો હોય સુંદર સંગીત વાગતુ હોય સરસ મજાના રાસ-ગરબા રમાત હોય તેવા પ્રસંગે આવી આતશબાજી ટાળવી ના જોઈએ ? જીવના માં  પહેલીવાર સમજાયુ અને નજરે જોયુ કે ફટાકડા પણ બોમ્બનું  કામ કરી શકે છે.જીવનમાં  દરેક તબ્બકે સેફ્ટીનું  પહેલુ વિચારવુ જોઈએ.સેફ્ટી અંગે ઘણા લેખો વાંચતા હોઈએ ત્યારે આપણે ગંભીરતાથી આ બધી બાબતો ધ્યાને લેતા નથી હોતા અને જ્યારે બનાવ બને ત્યારે પસ્તાવાનો વારો આવતો હોય છે.

આપણને ક્વોલીટી પેરામીટરનો પણ ખ્યાલ હોતો નથી જેથી અમુક વસ્તુઓ ની ક્વોલીટી વિશે ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.આ ઉપરાંત આપણે એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે કે કઈ વસ્તુનો કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવો ?

આ અનુભવ જીવન માં  એક નવો પદાર્પાઠ શીખવાડી ગયો અને વર્ષો પહેલા વડીલો ધ્વારા કરવામા આવતી ટકોર ને ટેકો આપી ગયો :))

 

Categories: જાગ્રુતિ | Leave a comment

વિધ્યામંદિર ટ્રસ્ટ ની ૬ દાયકાની સફરની ઉજવણી પ્રસંગમાં મારા ત્રણ કલાક ની સફર.

વિધ્યામંદિર હાઈસ્કૂલ માં   ૧૯૮૬ થી ૧૯૮૮ માં   ૧૨ માં  ધોરણ નો  બે વર્ષ નો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પૂર્ણ કરી  કોલેજ માં   પ્રવેશ મેળ્વ્યોને આજે લગભગ ૨૩ વર્ષ બાદ રોમાંચ અને કઈંક અંશે  ગૌરવનો અનુભવ થયો જ્યારે વિધ્યામંદિર ટ્રસ્ટ ધ્વારા તા.૧૫.૦૨.૨૦૧૨ ના રોજ ૬ દાયકાની ઉજવણી ના પ્રસંગ માં   ઉપસ્થિત રહેવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ.

કોઈ પણ પ્રસંગનુ એક ઉત્તમ આયોજન કેવુ હોઈ શકે તેનો સ્વ-અનુભવ માણવા મળ્યો. પ્રથમ તો વિધ્યામંદિર સંસ્થાના ભૂતપૂર્વ વિધ્યાર્થી હોવાના નાતે જ્યારે આ પ્રસંગ માટે પાસ મેળવાની વાત આવી અને છેલ્લી ઘડીએ જ્યારે પાસ મેળવાની ક્ષણ આવી ત્યારે મનમાં   હતુ કે પાસ મળશે કે કેમ, કુટુંબીજનો ને પણ પાસ મળશે કે કેમ તે અંગે મનમાં   દ્વિધા હતી,પરંતુ જ્યારે હુ રૂબરૂ વિધ્યામંદિર કાર્યાલય ગયો અને પાસની માંગણી કરી તો,કોઈ પણ હિચકિચાટ તેમજ વધારાની કોઈપણ પ્રશ્નોત્તરી વગર તરત જ મારે જોઈતા પાસ મને વિશ્વાસપૂર્વક ઇસ્યુ કરી દેવામાં   આવ્યા,થયુ ચાલો હવે પ્રસંગમાં  કુટુંબીજનો સાથે સહભાગી થવાનુ શક્ય બનશે,આ વખતે પણ ,મનમાં   એમ હતુ કે ટૂંકાગાળા માં   આટલા બધા કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે તે ધક્કામુકી અને હાડમારી જેવુ વાતાવરણ હશે અને કોઈ મજા નહી આવે. છતા થયુ આટલો મોટો પ્રસંગ છે,ખુલ્લા દિલે ટ્રસ્ટ ધ્વારા આમંત્રણ આપવામા આવ્યા છે અને આપણે આ સંસ્થાના ભૂતપૂર્વ વિધ્યાર્થી છીએ તો ચાલોને રવિવારે એક દિવસ આ ભવ્ય કાર્યક્રમ તો થોડાક કલાકો માટે જોઈ આવીએ.અને અંતે મિત્રો સાથે જ્યારે સવારે ૧૦ થી તે બપોરે ૧.૩૦ વાગ્યા સુધી ભોજન-મંડપ થી લઈને,જ્યોર્જ ફિફ્થ ક્લબ અને વિધ્યામંદિર પ્રાંગણ માં   જે મુલાકાત લીધી તેમાંથી ઘણુ શીખવાનુ અને જાણવાનુ મળ્યુ.

આદર્શ શાળાના સંકુલમાં  સુદંર મજાના ભોજન મંડપની રચના કરવામાં  આવી હતી,કોઈ જ ધાધંલ-ધમાલ નહી,કોઇ જ  રોકટોક નહી અને સુદંર મજાનુ પોષ્ટિક ભોજન જેમાં  ઘી માં   તરબોળ લાડુ,કઠોળનુ શાક,દાળ ને ભાત ચમચી સાથે નાની નાની સ્વછતાનો ખ્યાલ પણ ખરો જ અને તે પણ ભોજન મંડપ માં   વાગતા સુદંર સંગીત સાથે અને સમયાંતરે મહેમાનો નું સ્વાગત કરતા માઈક ઉપર થતા એનાઉંસમેંટ સાથે,ચારેબાજુ જાણે કે સ્વછતા અને સુદંર વ્યવ્સ્થા વિધ્યામંદિર ના બાળકો ને  વિવેક અને શિસ્ત સાથે ભોજન મંડપ માં   કામ કરતા જોઈ વિશેષ આનંદ થયો.સંસ્કારિતા શું હોય,સ્વછતા શુ હોય,વિવેક શુ હોય,આયોજન કેવુ હોય,વગેરે બાબતો નો સ્વાનુભવ મળ્યો.

ત્યારબાદ જ્યારે અમે જ્યોર્જ ફિફ્થ ક્લબ તરફ પ્રયાણ કર્યુ અને જ્યારે ગેટ પાસે પહોંચ્યા ત્યા ઉભેલી વિધ્યામંદિર શાળાની વિધ્યાર્થીનીઓ કે જેઓ સ્વ્યંસેવિકા તરીકે આવનાર મુલાકાતીઓના પાસ ચેક કરતી હતી અને વ્યવસ્થાના ભાગ રૂપે જરૂરી સુચના આપતી હતી,તેવા સમયે અમે પણ ભૂતપૂર્વ વિધ્યાર્થીના નાતે પીળો પાસ ખીસાના ભાગે લટકાવેલો અને કઈંક ગૌરવ સાથે ગેટ પાસે પહોચ્યા,મનમાં  હતુ કે ભઈ ચેકીંગ તો થશે પણ બન્યુ ઉલટુ ખીસા પર લટકતા પીળા કલરના પાસને જોઈને બેને હાસ્ય સાથે હાથના ઇશારા સાથે કહ્યુ જઈ શકો છો,અને ગેટની અદંર પ્રવેશ મેળવ્યો,ત્યાં લાઈનમાં   સ્ટોલ લાગેલા હતા,મનમાં   થયુ ચાલો કઈંક મળે છે જોઈએ તો ખરા,પણ જ્યારે ત્યાં પહોંચ્યા તો સ્ટોલ ઉપરની વિધ્યાર્થીની એ ઉભા થઈ વિવેક સાથે જણાવ્યુ કે અહીં જેને પાસ ના મળ્યા હોય તેના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કેટલુ સુદંર આયોજન જેમ નાની નાની બાબતોની ખાસ કાળજી લેવામાં   આવી હતી.જ્યારે જ્યોર્જ ફીફ્થ ક્લબના મેદાન માં   પ્રવેશ્યા પ્રથમ તો ત્યા ભૂતપૂર્વ વિધ્યાર્થીઓને વિધ્યામંદિર ની ૬ દાયકાની ઝાંખી કરાવતી સરસ પુસ્તિકા અને વિડીયો કેસેટ અપાતા હતા તે મેળવી આગળ વધ્યા ત્યાં તો વિશાળ સંસ્થાના ૬ દાયકાના કાર્યોના વિવિધ પ્રદર્શનો દર્શાવતા સ્ટોલો જોઈને આભો બની ગયો.કેટલી મહેનત આની પાછળ કર્મચારીઓ અને બાળકો ધ્વારા કરવામાં  આવી હશે તે જાણીને નવાઈ લાગી..સુદંર વ્યવસ્થા,સુદંર પ્રદર્શનો વગેરે જોવાની અને ટ્રસ્ટની ૬ દાયકાની યાત્રા માણવાની મોજ આવી ગઈ.

જ્યારે અંતે વિધ્યામંદિર સંકુલ માં   નવનિર્મિત ભવનો જોવા ગયા ત્યા તો કોઈ વિદેશની યુનિવર્સિટીમાં   આવી ગયા હોઈએ તેવો આભાસ થયો. પર્ફેક્ટ આર્કિટેક કળા સાથે બનાવેલા વિવિધ સુદંર ભવનો જોઈને મન પુલકિત થઈ ઉઠ્યુ, સુદંર મજાના મેદાનો પણ એટલીજ કુશળતાથી બનાવાવામાં   આવ્યા હતા.મને વિશેષ આનંદ તો ભવ્ય પુસ્તકાલય નુ મકાન જોઈને થયુ અને આ જ ખુબ જ અગત્યનુ નિર્માણ ટ્રસ્ટ ધ્વારા કરવામાં   આવ્યુ  છે અને આવા પુસ્તકાલયોનુ સર્જન હજી સુધી જિલ્લા માં   થયુ નથી.જો કે બપોરે ૨.૦૦ વાગે આ પુસ્ત્કાલયની અંદર જવાની સુચના હોવાથી અંદરથી તો જોવાનો લ્હાવો ચુકી જવાયો પણ આશા રાખીએ કે આ પુસ્ત્કાલય આ સંસ્થા ના ભૂતપૂર્વ વિધ્યાર્થીઓને પણ ઉપયોગ કરવા મળે.

સર્વે દાતાઓ,વિધ્યાર્થીઓ,ગુરુજનો,કર્મચારીઓ અને દિર્ઘદ્રષ્ટાઓનો વિશેષ આભાર માનુ છુ કે જેમના થકી આવા આયોજનોમાં   ભાગ લેવાનો અને નવુ જાણવાનો અવસર પ્રાપ્ત થયો.

એક ભુલ થઈ ગઈ કે કેમેરો હાથવગો નહોતો નહીતો ઘણા સારા સંસ્મરણો કચકડાની આંખે કેદ કરી શકાયા હોત.અને આ લેખમાં મુકી શકાયા હોત…ખેર ફરીથી ઉત્તમ આયોજન,સંસ્કારીતા,વિનય અને વિવેક સાથેની વિધ્યામંદિર ટ્રસ્ટની ૬ દાયકાની સફરને હાર્દિક શુભકામનાઓ………….

Categories: મુલાકાત | Leave a comment

Create a free website or blog at WordPress.com.