માનવતા અને ભાઈચારા નો સદેંશો ફેલાવતુ અનોખુ કાર્ડ.

આમ જોવા જઈએ તો લોકો પાસે અનેક પ્રકારના કાર્ડ હોય છે,જે મહદ અંશે પોતાના ઉપયોગ માટે હોય છે,જ્યારે આપણે અહીં એક એવા પ્રકારના કાર્ડની વાત કરવા જઈ રહ્યા છે,જે અન્યને ઉપયોગી સદેંશ આપવાની સાથે દુનિયાભરમા માનવતા નો પ્રચાર કરી રહ્યુ છે.મુંબઈ સ્થિત ભાઈ શ્રી ઋષભ તુરખિયા ને વિશ્વભર માં ભાઈચારો વિકસે તથા અન્યને ઉપયોગી થવાની ભાવના વિકસે તેવા શુભ આશય થી Your Turn Now (હવે તમારો વારો) નામ થી એક સુંદર કાર્ડની રચના કરી છે અને આજ સુધી તેઓ ધ્વારા ૭૯૦૦૦ થી વધુ કાર્ડનુ  કોઈ પણ ચાર્જ લિધા વિના દુનિયાભરમા ફરતા કર્યા છે.આમ જોવા જઈએ તો વાત નાની છે પણ તેની પાછળનો ઉદ્દેશ જોવા જઈએ તો અમૂલ્ય છે,જેની પૈસા મા કોઈ કિમંત ના આંકી શકાય પણ એક માણસ તરીકે આપણી શુ ફરજ હોઈ શકે તે વિચાર પ્રેરવા અથવા તો કહો ભાઈચારા અને અન્યને મદદરૂપ થવાની જે કામગીરી આ કાર્ડ ધ્વારા થઈ રહી છે તેની કિમંત બેશક કરોડો રૂપિયા કરતા પણ વધુ ગણી શકાય.

તમે કોઈ જરૂરતમંદ વ્યક્તીને મદદરૂપ થાવ છો ત્યારે કોઈ વળતરની અપેક્ષા રાખતા નથી તેવા સંજોગોમા તમે તમારા પાસેનું આ કાર્ડ જે વ્યક્તીને મદદ કરી છે તેને આપો છો અને તેને તમે કહો છો જ્યારે સમય આવે ત્યારે તમે પણ આ રીતે અથવા તો કોઈ રીતે અન્યને મદદરૂપ થજો અને આ કાર્ડ તે વ્યક્તી ને આપજો…આ રીતે એકબીજાની પ્રેરણાથી YTN કાર્ડ એક વ્યક્તી પાસેથી બીજી વ્યક્તી સુધી ફરતુ રહે છે અને એક અલગ જ પ્રકારથી માનવતાનો શુભ સંદેશ ફેલાવતુ રહે છે.

નીચેની એક  સત્ય હકિકત દ્બારા આપ જાણી શકશો કે કેવી રીતે આ કાર્ડનો ઉપયોગ થઈ શકે.આ story  YTN  વેબસાઈટ ઉપરથી લેવામા આવી છે,આવી તો અસંખ્ય story આપ http://www.yourturnnow.in/  ઉપર વાંચી શકો છો.

“Yesterday night at midnight I went to pharmacy in urgency. As I was buying, a lady came for medicines. I saw she did not have adequate money to pay. She also looked poor. I offered to pay the remaining five hundred rupees. But She rejected saying that she wasnt a beggar. I told her that I was not helping her but supporting her and she can pay for someone else in future. She was grateful to me and cried as she thought she wont be capable of paying medicine bill. I give her YTN card to remind her that she has to do a kind deed ahead.”

અભ્યાસે MBA થયેલા અને હિરાના વેપાર સાથે સંકળાયેલા શ્રી ઋષભભાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમા દુનિયાભરના ૨૬ દેશોમા થઈને ૭૯૦૦૦ થી પણ વધુ આ પ્રકારના કાર્ડ અપાઈ ચુક્યા છે,આ કાર્ડ રશિયન,જર્મન,ચાઈનીજ,ફ્રેંચ,સ્પેનિશ સહિત સાત ભાષામાં છાપવામા આવ્યા છે અને લોકો મા જાગ્રુતિ આવતી જાય છે.વ્યક્તી માત્ર માં જન્મજાત દયાની તથા અન્યને મદદરૂપ થવાની ભાવના હોય જ છે,પણ આજની દોડધામ ભરી જિદંગીમા લોકો આ માનવીય સ્વભાવ  ભુલી ગયા છે અને અંગત સ્વાર્થનું જ વિચારી  રહ્યા છે,તેવા સંજોગોમાં લોકોમાં આ દિશા માં જાગ્રુતિ આવે તેવો શુભ આશય આની પાછળ રહેલો છે.આપણી રોજ બરોજ ની જિદંગી માં ઘણી વખત એવા બનાવો બનતા જ હશે  આપણે કોઈને કોઈ પ્રકારે અન્યને મદદરૂપ થતા પણ હોઈશુ અને મદદ કરીને ભુલી પણ જતા હોઈએ છીએ.. પણ ના આ કાર્ય જે તમે કર્યુ છે તેવી ભાવના અન્યમાં પણ જાગે તેવો પ્રયત્ન આ કાર્ડ થકી કરીને આ પ્રવ્રુત્તિને આગળ ધપાવવાની છે અને માનવતાની જ્યોત ફેલાવતા રહેવાનુ છે…

Your Turn Now  (YTN) કાર્ડની શરૂઆત ડિસેમ્બર-૨૦૦૯ થી થઈ અને જેની રચના  વિઝીટિગં કાર્ડ જેવી કરવામાં આવી છે અને તેના ઉપર Your Turn Now  પ્રિન્ટ  કરવામા આવ્યુ છે,આજ સુધી માં ૭૯૧૦૦ કરતા પણ વધુ કાર્ડ માનવતા અને ખુશીઓ સંદેશ ભારત ના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર,ગુજરાત,દિલ્હી,હરિયાણા,ઉત્તરપ્રદેશ,તમીલનાડુ ના લોકો માં ફેલાવી રહ્યુ છે,આ ઉપરાંત દુનિયાભરના ૨૬ દેશો જેવા કે યુ.કે.,યુ.એસ.એ.,ઓસ્ટ્રેલિયા,સિંગાપુર,હોગંકોંગ , ઝામ્બીયા,ફીલીપાઈંસ,યુ.એ.ઈ,નાઈજેરીયા જેવા દેશો મા આ કાર્ડ પહોંચીને  માનવતાની મહેંક ફેલાવવનું ઉમદા કાર્ય કરી રહ્યુ છે. ઋષભભાઈ લક્ષ્ય આ કાર્ડ ધ્વારા દુનિયાભરના ૭ અબજ લોકો સુધી માનવતા અને ભાઈચારા નો સંદેશ લઈ જવાનુ છે.

જ્યારે પણ તમે આ એક કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે આ એક કાર્ડની કિમંત લાખો ડોલર આંકી શકાય કારણ કે એ કોઈકના જીવન માં લાખો ડોલર ની ખુશી લઈને આવે છે,માટે એક જ કિમંત તમારે ચુકવવાની છે અને તે છે અન્યોને કોઈ પણ બદલાની ભાવના વગર મદદરૂપ થવાની અને તેના જીવનમાં ખુશી પ્રગટાવવાની અને લોકોને એ સત્યથી માહિતગાર કરવાની અને હા એ માટે કાર્ડ તો તમને કોઈ પણ પોસ્ટેજ ચાર્જ વગર ઋષભભાઈ તરફથી ફ્રી મળે છે તો જરૂર છે થોડો વિચાર બદલવાની જીવનમાં કઈંક નવુ કરવાની અને માનવજાતમાં  આ શુભ સંદેશો પહોચાડવાની તો ચાલો હવે તમારો વારો……:))

 

YTN કાર્ડ વિષે વધુ માહિતી માટે ક્લિક કરો http://www.yourturnnow.in/

 

ફ્રી કાર્ડ મેળવવા માટે ઋષભભાઈનો સંપર્ક કરો. +919029602897 or email at
rushabh@yourturnnow.in or www.yourturnnow.in

 

 

 

Categories: જાગ્રુતિ | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: